Archive

Archive for the ‘શ્રી વિભાબેન દેસાઇ’ Category

લીલમ પીળું પટોળું ને લીલમ પીળી ચોળી..

સપ્ટેમ્બર 5, 2007 Leave a comment

લીલમ પીળું પટોળું ને લીલમ પીળી ચોળી,
ટીપ્પણી ટીપવા ભેળી થઇ સે સોરીઓની ટોળી;
દાંડી પડે ને ઢોલ બોલે સે…
હે ઢોલ બોલે સે ને કાયા ડોલે સે…
દાંડી…

મોટા મોટા માનવીઓની મહેલાતોની વાત સે,
ભાંગના ભજિયાં માથે કાળી ઘમ્મર રાત સે;
હે જોબનાઇનો મેળો જામ્યો ઝૂમે ઝૂમે જાત સે
અંગે અંગે મદ નીતરતો તન-મનિયાનો ઘાટ સે;

કામ કરો સૌ ભેળા થઇને સાકર દૂધ ઝબોળી,
ટીપ્પણી ટીપવા ભેળી થઇ સે સોરીઓની ટોળી;
દાંડી…
– લીલમ…

ટીપ્પણીઓના તાલે બોલે શરણાઇના સૂરસે,
ચિત્ત ચડ્યું સે ચગડોળે ને મસ્તીથી ચકચૂર સે;
ટીપ્પણી ટીપતાં રણકે કંકણ એના સૂર મધુર સે,
અંગે ઝરતાં પરસેવાનાં મોતીડાં ભરપૂર સે;

ઝૂકી ઝૂકી તાલ ચૂકાવે રંગે વરણો ઢોલી,
ટીપ્પણી ટીપવા ભેળી થઇ સે સોરીઓની ટોળી;
દાંડી…
– લીલમ…

Advertisements