Archive

Archive for the ‘શ્રી સમીર ગોખલે’ Category

તને ગમે તે મને ગમે…

સપ્ટેમ્બર 5, 2006 Leave a comment

તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ?
એક વાત તું મને ગમે તે, મને જ પૂછી જો ને

તું ઝાકળના ટીંપા વચ્ચે પરોઢ થઇ શરમાતી
હું કુંપણથી અડુ તને, તુ પરપોટો થઇ જાતી
તને કહું કંઇ તે પહેલા તો તુ કહી દેતી, છો ને
તને ગમે તે મને ગમે…..

તારા મખમલ હોઠ ઉપર એક ચોમાસુ જઇ બેઠું
હું ઝળઝળિયા એક શમણું ફોગટ વેઠું
તું વરસે તો હું વરસું, પણ તુ વરસાવે તો ને
તને ગમે તે મને ગમે…..

Advertisements