Archive

Archive for the ‘શ્રી બાલુભાઇ પટેલ’ Category

નામ એનો નાશ, આ એવો આભાસ છે…

સપ્ટેમ્બર 5, 2006 Leave a comment

નામ એનો નાશ, આ એવો આભાસ છે
પ્રેમીઓના દિલમાં હજુ લૈલાનો વાસ છે

ચંદ્રને ચકડોળે ચઢાવો તો યે તે નો તેજ છે
ચાંદનીના પ્રતાપે તો ચાંદમા આ તેજ છે

શહીદની દુનિયામાં પ્રેમનો પણ વિભાગ છે
જણાવું નામ કેટલા ? એ મોટો ઇતિહાસ છે

પ્રેમીઓ પણ આજે મંદિરમાં પૂજાય છે
રાધા અને કૃષ્ણ પણ મુખમાં મલકાય છે

– બાલુભાઇ પટેલ