Archive

Archive for the ‘! શેર – સંકલન’ Category

પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ?

પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ?
બસ, હ્રદય વચ્ચે કટારી જોઈએ

– મૂકેશ જોષી

Advertisements

મિત્રો જ મારા જખમને ખણે છે…

એપ્રિલ 5, 2008 Leave a comment

દરદથી નીતરતી કવિતાને ખાતર, ચાહે છે બધા મુજને બરબાદ જોવા.
મલમની કરું શૂન્ય કોનાથી આશા? કે મિત્રો જ મારા જખમને ખણે છે.

– શૂન્ય પાલનપુરી

છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે…

ફેબ્રુવારી 5, 2008 Leave a comment

છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે,
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે!

ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા..

જાન્યુઆરી 14, 2008 Leave a comment

ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.

– શ્રી કૈલાસ પંડિત

જીવતાં જે ભરોસો હતો ઈશ પર…

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલે ને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

– બરકત વિરાણી ‘બેફામ’