મુખ્ય પૃષ્ઠ > ! ગીત, 9x.ગુજરાતી > આ છોકરીઓ ગજબની ચીજ છે !

આ છોકરીઓ ગજબની ચીજ છે !

નવેમ્બર 7, 2008 Leave a comment Go to comments

આ છોકરીઓ ગજબની ચીજ છે !
છંછેડો એને તો સૂરજ છે કાળઝાળ
આઘેથી જુઓ તો ઇદ છે !

આંખો જાણે કે એની હેલોજન લાઇટ,
અને નજરો જાણે કે એની ચાકુ,
બુક્કાની બાંધીને સ્કૂટર ચલાવે જાણે
ઘોડા પર ચંબલનો ડાકુ !
એક રીતે જુઓ તો સેલ્ફસ્ટાર્ટ આઇટમ
ને એક રીતે જુઓ તો કીક છે !
આ છોકરીઓ …

ચહેરા પર ખીલ જોઇ અરીસાને ગાળ દે,
ને વાળ એના ખરતાં તો રોતી,
અંદર-અંદરથી એવી ચોળાયા કરતી કે
હું પેલા આવી તો ન્હોતી !
ચાલુ-બંધ ચાલુ-બંધ થાતી આ છોકરીઓ
જાણે કોઇ ઇલેકટ્રીક સ્વીચ છે !
આ છોકરીઓ ….

એની કોઇ બહેનપણી સાથે હું બોલું
તો એને દિલ પડતાં ઉઝરડાં,
મારે તો શું ! હું તો હાંઇકે રાખું,
વગર દોરીના ફેરવું ભમરડાં !
રહેવા દે ભઇલા, એ એમ નહિ માને,
એને રાજી કરવાની એક રીત છે.
આ છોકરીઓ …

છંછેડો એને તો સૂરજ છે કાળઝાળ
આઘેથી જુઓ તો ઇદ છે !
આ છોકરીઓ ગજબની ચીજ છે !

Advertisements
 1. parind
  નવેમ્બર 8, 2008 પર 2:02 એ એમ (am)

  આ ગીત ઘણા બ્લોગ ઉપર જોવા મળે છે એક નમ્ર સુચન છે કર્તા ને એની રચના બદલ નામોઉલ્લેખ કરો તો આનંદ થશે

 2. નવેમ્બર 28, 2008 પર 11:44 પી એમ(pm)

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 3. 9xentertainment
  જાન્યુઆરી 4, 2009 પર 3:56 પી એમ(pm)

  ખૂબ ખૂબ આભાર કાંતિભાઇ…

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: