હું તને ક્યાં ચાહું છું, ચાહું છું મારી જાતને
મે 14, 2007
Leave a comment
હું તને ક્યાં ચાહું છું, ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને
કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને
હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને
ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને
- શેખાદમ આબુવાલા
Categories: ! ગઝલ, 9x.ગુજરાતી, શ્રી શેખાદમ આબુવાલા