લીલમ પીળું પટોળું ને લીલમ પીળી ચોળી..
September 5, 2007
Leave a comment
લીલમ પીળું પટોળું ને લીલમ પીળી ચોળી,
ટીપ્પણી ટીપવા ભેળી થઇ સે સોરીઓની ટોળી;
દાંડી પડે ને ઢોલ બોલે સે…
હે ઢોલ બોલે સે ને કાયા ડોલે સે…
દાંડી…
મોટા મોટા માનવીઓની મહેલાતોની વાત સે,
ભાંગના ભજિયાં માથે કાળી ઘમ્મર રાત સે;
હે જોબનાઇનો મેળો જામ્યો ઝૂમે ઝૂમે જાત સે
અંગે અંગે મદ નીતરતો તન-મનિયાનો ઘાટ સે;
કામ કરો સૌ ભેળા થઇને સાકર દૂધ ઝબોળી,
ટીપ્પણી ટીપવા ભેળી થઇ સે સોરીઓની ટોળી;
દાંડી…
- લીલમ…
ટીપ્પણીઓના તાલે બોલે શરણાઇના સૂરસે,
ચિત્ત ચડ્યું સે ચગડોળે ને મસ્તીથી ચકચૂર સે;
ટીપ્પણી ટીપતાં રણકે કંકણ એના સૂર મધુર સે,
અંગે ઝરતાં પરસેવાનાં મોતીડાં ભરપૂર સે;
ઝૂકી ઝૂકી તાલ ચૂકાવે રંગે વરણો ઢોલી,
ટીપ્પણી ટીપવા ભેળી થઇ સે સોરીઓની ટોળી;
દાંડી…
- લીલમ…
Categories: ! ગરબા, 9x.ગુજરાતી, શ્રી અવિનાશ વ્યાસ, શ્રી ગૌરાંગ વ્યાસ, શ્રી વિભાબેન દેસાઇ