Archive

Archive for the ‘શ્રી મોહમ્મ્દ રફી’ Category

કહું છું જવાનીને…

કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશુક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે

મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે

દિવસો જુદાઈના જાય છે…

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી..
મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી..
ફકત આપણે તો જવુ હતું, હર એકમેકના મન સુધી

હજી પાથરી ના શક્યું સુમન પરિમલ જગતનાં ચમન સુધી
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ના ગગન સુધી

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

છે અજબ પ્રકારની જિંદગી, કહો એને પ્યારની જિંદગી
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

Follow

Get every new post delivered to your Inbox.