Archive

Archive for the ‘શ્રી ઉદય મઝુમદાર’ Category

ડાબે હાથે ઓરું સાજન લાપસી…

ડાબે હાથે ઓરું સાજન લાપસી
જમણે હાથે ચોળું રે કંસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં….

પીંછાને પાથરણે પોઢ્યાં પારેવાં અટકળનાં રે
પાંપણની પાંદડિયે ઝૂલે તોરણિયાં અંજળનાં રે
અજવાળે ઓઢું રે અમરત ઓરતા
અંધારે કાંઈ ભમ્મરિયા શણગાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં….

સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે
ઊગમણે ભણકારા ભીના વાગતા
આથમણે કાંઈ ઓગળતા અણસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં….

Follow

Get every new post delivered to your Inbox.