પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ?
મે 14, 2008
Leave a comment
પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ?
બસ, હ્રદય વચ્ચે કટારી જોઈએ
- મૂકેશ જોષી
Categories: ! શેર - સંકલન, 9x.ગુજરાતી, શ્રી મૂકેશ જોષી
પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ?
બસ, હ્રદય વચ્ચે કટારી જોઈએ
- મૂકેશ જોષી
દરદથી નીતરતી કવિતાને ખાતર, ચાહે છે બધા મુજને બરબાદ જોવા.
મલમની કરું શૂન્ય કોનાથી આશા? કે મિત્રો જ મારા જખમને ખણે છે.
- શૂન્ય પાલનપુરી
છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે,
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે!
ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.
- શ્રી કૈલાસ પંડિત
જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલે ને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.
- બરકત વિરાણી ‘બેફામ’