નામ એનો નાશ, આ એવો આભાસ છે…
September 5, 2006
Leave a comment
નામ એનો નાશ, આ એવો આભાસ છે
પ્રેમીઓના દિલમાં હજુ લૈલાનો વાસ છે
ચંદ્રને ચકડોળે ચઢાવો તો યે તે નો તેજ છે
ચાંદનીના પ્રતાપે તો ચાંદમા આ તેજ છે
શહીદની દુનિયામાં પ્રેમનો પણ વિભાગ છે
જણાવું નામ કેટલા ? એ મોટો ઇતિહાસ છે
પ્રેમીઓ પણ આજે મંદિરમાં પૂજાય છે
રાધા અને કૃષ્ણ પણ મુખમાં મલકાય છે
- બાલુભાઇ પટેલ
Categories: ! કવ્વાલી, 9x.ગુજરાતી, શ્રી આશિત દેસાઇ, શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય, શ્રી બાલુભાઇ પટેલ