તારે રે દરબાર…
તારે રે દરબાર મેઘારાણા!
કોણ રે છેડે ઓલા ગેબી વીણાના તાર?
વીજ નાચે એનું નવલું રે નર્તન, રૂપરૂપનો અંબાર;
વાદળીઓના રમ્ય તારે ઝાંઝરનો ઝણકાર!…
તારે રે દરબાર!
સાગરસીમાડે કો’ ગાતું રાગ મેઘ મલ્હાર;
પૂછે પ્રકૃતિ કઈ દિશામાં સંતાડ્યા શૃંગાર? શ્રાવણના શૃંગાર!…
તારે રે દરબાર!
Categories: ! ગીત, 9x.ગુજરાતી, શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય, શ્રી હંસાબેન દવે
નિતાંત સુંદર….